BHUJGUJARATKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે રજુઆત કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ, તા-21 એપ્રિલ  : જિલ્લા ફેર થયેલ એચ.ટાટ(મુખ્ય શિક્ષક) અને શિક્ષકોને નિયમો અનુસાર છુટા કરવા,જૂની પેંશન યોજના ઠરાવ સંદર્ભે કાર્યવાહી કરવા સહિત કચ્છ જિલ્લાના શિક્ષકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઇ ગાગલ, કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભુપેન્દ્રસિંહ વાઘેલાને પત્ર પાઠવી જિલ્લા પંચાયત-ભુજ ખાતે રજુઆત કરવામાં આવી.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ સંલગ્ન વિવિધ તાલુકા ઘટક સંઘો દ્વારા મોકલવામાં આવેલ જિલ્લાના શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે;જિલ્લાના શિક્ષકોનો પગાર ૧ થી ૫ તારીખ સુધી કરવા અને રાપર તાલુકાની જેમ અન્ય તાલુકાની પગાર ગ્રાન્ટ DD ના બદલે ઓનલાઇન ટ્રાન્સફર કરવા બાબત,અંજાર તાલુકાની જેમ અન્ય તાલુકાઓમાં ફિક્સ પગારમાંથી નિયમિત નિમણુંક મળતા માંદગીની રજાઓ જમા કરવા બાબત,શિક્ષકોના નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયેલ બાકી અસલ પ્રમાણપત્રો પરત કરવા બાબત,ઓનલાઈન જિલ્લા ફેર થયેલ શિક્ષકો અને એચ.ટાટ શિક્ષકોની અરજી મંગાવી નિયમોઅનુસાર છુટા કરવા બાબત,નોન-SOE, શૂન્ય શિક્ષક અને વધુ ઘટવાળી શાળાઓમાં DMF ફંડ માંથી પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવા બાબત અને સમગ્ર શિક્ષામાં કામ કરતા તમામ સી આર સી/બી આર સી ની SB નિયમિત અપડેટ કરવા બાબત સહિતનાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.જે સંદર્ભે હકારાત્મક ઉકેલની ખાતરી અપાઈ હતી.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ અને સહ સંગઠનમંત્રી અનિલભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઇ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!