GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂના મહાજન ચોક પાસે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારના કાચ તોડતા: પોલીસ ફરીયાદ નોંધાઈ

MORBI:મોરબી જૂના મહાજન ચોક પાસે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારના કાચ તોડતા: પોલીસ ફરીયાદ નોંધાઈ

 

​મોરબી: શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જૂના મહાજન ચોક વિસ્તારમાં પાર્ક કરેલી એક સ્વીફ્ટ કારમાં તોડફોડની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડી આશરે ૧૦ હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.



​મળતી માહિતી મુજબ, મોરબીના જૂના મહાજન ચોક, ટ્રેડ સેન્ટર સામે આવેલી કુવાળીવારા પીરની દરગાહ વાળી શેરીમાં આ ઘટના બની હતી. ફરિયાદી એમદભાઇ અસલમભાઇ બાનાણીએ પોતાની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર (નંબર: GJ-36-AL-9719) રાત્રિના સમયે શેરીમાં પાર્ક કરી હતી.​ગઈકાલે રાત્રિના આશરે ૧૨ વાગ્યાના અરસામાં એક બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ કારનો પાછળનો મુખ્ય કાચ તથા સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી નાખી કારમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં કારને અંદાજે રૂપિયા ૧૦,૦૦૦/- નું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે ફરિયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં પણ ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આ વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!