GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બરવાળા ગામે વીજ-બીલની યાદી માટે ગયેલ વીજ કર્મચારીને એક શખ્સે માર માર્યો 

MORBI:મોરબીના બરવાળા ગામે વીજ-બીલની યાદી માટે ગયેલ વીજ કર્મચારીને એક શખ્સે માર માર્યો

જાણવા મળતી વિગતો મુજબ મૂળ સરવડ ગામ તા.માળીયા(મી) ના વતની હાલ મોરબી હળવદ રોડ ઉપર હરિઓમ પાર્કમાં રહેતા સંજયભાઇ કેશવજીભાઇ વિલપરા ઉવ.૪૫ પીજીવીસીએલ નાની વાવડી સબ ડિવિઝનમાં આસી.લાઇનમેન તરીકે ફરજ બજાવે છે, ત્યારે ગઈ તા.૨૧/૦૧ના રોજ ફરજ દરમ્યાન સંજયભાઈ તથા વિધુત સહાયક કનુભાઇ મોધાભાઇ મનાત બન્ને જણા મોરબી તાલુકાના બરવાળા ગામ ગ્રાહક જીવણભાઇ દેવાભાઇના ઘરે વીજ બીલ રૂ.૧૬૦૫/-બાકી હોય જેથી તેઓના ઘરના ઝાપા પાસે ગયા હતા. જ્યાં જીવણભાઇ દેવાભાઇ હાજર ન હોય પરંતુ તેમનો પુત્ર આરોપી રણછોડભાઇ ઉર્ફે લાલો જીવણભાઇ ખાંભલા રહે.બરવાળાવાળો હાજર હોય તેને બીલની બાકી રકમ બાબતે વાત કરતા તેને સારૂ નહી લાગતા ફરીયાદી સાથે ઉગ્ર અવાજથી કહેવા લાગેલ કે ‘તમારે બીલ લેવાનો સમય થઇ ગયો છે ?’ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સંજયભાઈને બે-ત્રણ ફડાકા મારી દીધા હતા. ફરીયાદી સંજયભાઈ સરકારી કર્મચારી હોવાનુ જાણતા હોવા છતા આરોપીએ વીજ કર્મચારીને માર મારી જાહેર સેવકની ફરજમા રૂકાવટ કરી હતી હાલ તાલુકા પોલીસે આરોપી રણછોડ ઉર્ફે લાલો જીવણભાઈ સામે જાહેર સેવકની ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!