GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપા દ્વારા પ્રગતિ હેઠળના વિકાસ કર્યો અંગે પત્રકાર પરિષદ યોજાઇ

MORBI:મોરબી મનપા દ્વારા પ્રગતિ હેઠળના વિકાસ કર્યો અંગે પત્રકાર પરિષદ યોજાઇ

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે તારીખ ૨૦/૧૨/૨૦૨૫ (શુક્રવાર)ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે મોરબી મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મહાનગરપાલિકાના છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા વિકાસ કામો. હાલ પ્રગતિ હેઠળની કામગીરી તથા આવનારા સમયની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા શહેરની સલામતી માટે લેવામાં આવેલા પગલાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા અને ડોર ટુ ડોર કચરા સંકલન, સિવિલ તથા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા રોડ, બ્રિજ અને શહેરી વિકાસ કામો, તેમજ વોટર અને ડેનેજ વિભાગ દ્વારા પાણી પુરવઠા અને ભૂગર્ભ સુવિધાઓ મજબૂત બનાવવાની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા લાઈટિંગ અને સુશોભન, ગાર્ડન તથા સીટી બ્યુટીફીકેશન વિભાગ દ્વારા હરિયાળી અને શહેર સૌંદર્યાકરણ, તેમજ રમતગમત, સાંસ્કૃતિક, લાઈબ્રેરી અને હેલ્થ વિભાગ દ્વારા નાગરિક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં સિટીઝન્સ બજેટ બાબતે મહાત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી બજેટ તૈયાર કરતા પહેલાં શહેરના નાગરિકો પાસેથી સૂચનો, અભિપ્રાય અને જરૂરિયાતો મેળવવા માટે સિટીઝન્સ બજેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં મોરબીના નાગરિકો શહેરના વિકાસ માટે પોતાના વિચાર અને સૂચનો મહાનગરપાલિકાને આપી શકશે. આ પહેલ દ્વારા જનભાગીદારી વધારવાનો અને નાગરિક કેન્દ્રિત બજેટ તૈયાર કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

પ્રેસ કોન્ફરન્સના અંતે મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના સર્વાગી વિકાસ માટે પારદર્શિતા, જનસહભાગિતા અને ગુણવત્તાયુક્ત સેવાઓ સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં મોરબી શહેરને વધુ સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!