MORBI:મોરબીમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે આયોજિત કાર્યક્રમમાં વઘાસીયા, ઢુવા અને જાંબુડીયા ગામની સરકારી શાળાની ૧૯ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાઈ
મોરબી જિલ્લામાં ગત ૧૮ નવેમ્બરના રોજ એન.એચ.એ.આઈ. દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને કુલ ૧૯ સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને શાળા બાળકોને માર્ગ સલામતી તથા સુરક્ષિત મુસાફરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અજયકુમાર સ્વામી, વાંકાનેર નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ અને બાળકો હાજર રહ્યા હતા.








