MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે બાલ વાટિકા ના બાળકોને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ યોજાયો..

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે બાલ વાટિકા ના બાળકોને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ યોજાયો..
મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે બાલ વાટિકા ના બાળકોને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ યોજાયો..દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત મોરબી ખાતે શહેરી ઘરવિહોણા અને નિરાધાર લોકો માટે માનનીય કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે ( IAS),તથા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા ના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે આશ્રિત લાભાર્થી બાળકો માટે ગત માસમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે. પ્રિ એજ્યુકેશન સેન્ટર (બાલવાટિકા) માનનીય મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે (IAS)ના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવેલ છે, બાલવાટિકાના લાભાર્થી બાળકોને દરરોજ સાંજે 6 થી 8 દરમિયાન પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા મનોરંજન પૂરું પાડીને બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ જાગે અને તેઓનો બૌદ્ધિક વિકાસ થાય તે માટે દાતાશ્રીઓના સહયોગથી સંચાલક સંસ્થા દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જે લાભાર્થી બાળકોએ શરૂઆતથી અત્યાર સુધીમાં બાલવાટિકા મા જુદી જુદી બાબતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેવા બાળકોને. પારિતોષિક આપી. જાહેર મા , સન્માનિત કરીને અન્ય બાળકોમાં પણ તંદુરસ્ત હરીફાઈ નું માહોલ ઊભું થાય, અને વધુ રસ ધરાવતા થાય. અને પ્રગતિ સાધીને સફળતા પ્રાપ્ત કરે તે હેતુસર આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ,તેમજ બાલ વાટિકા ના દરેક હાજર લાભાર્થીને પ્રોત્સાહક ઇનામ પણ ઉપસ્થિત દાતાશ્રીઓના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ અમિતભાઈ પટેલ,
હરીશભાઈ શેઠ (બોર્ડ મેમ્બર રોટરી ક્લબ )
અશોકભાઈ મહેતા, (બોર્ડ મેમ્બર રોટરી ક્લબ, ) શ્રી ચમનભાઈ સોલંકી, ન્યુ એરા સ્કૂલના પ્રિન્સિપાલ સીમાબા જાડેજા,મોરબીના અગ્રણી મહિલા સામાજીક કાર્યકર શ્રીમતી મયુરીબેન કોટેચા,રીનાબેન રૈયાણી ,દિવ્યાબેન છગ, કિંજલબેન પટેલ , સહિત ના અગ્રણી સામાજિક સેવાકીય કાર્યકરો હાજર રહી ને પ્રસંગ અનુસાર વક્તવ્ય આપી ને તથા પોતાના હસ્તે બાળકો ને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા..અંતમાં સંસ્થા ના પ્રતિનિધિઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.









