GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના જુના દેવળીયા ગામ નજીકથી ખેતરમાંથી બિયર જથ્થો મળી આવ્યો 

Halvad:હળવદના જુના દેવળીયા ગામ નજીકથી ખેતરમાંથી બિયર જથ્થો મળી આવ્યો

 

 

હળવદ પોલીસ ટીમે તાલુકાના જુના દેવળીયા ગામે પઢરકા નામની સીમમાં આવેલ લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા પરમારના વાડી-ખેતરમાં રેઇડ કરતા કપાસના વાવેતરની વચ્ચે ખાડો કરી તેમાં છુપાવી રાખેલ બિયરના ૩૫ ટીન મળી આવ્યા હતા.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે જુના દેવળીયા ગામમાં દરબાર શેરીમાં રહેતા લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા પરમાર પોતાની પઢરકા સીમમાં આવેલ વાડી-ખેતરમાં વેચાણ કરવાના આશયથી બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેથી હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત વાડી-ખેતરમાં રેઇડ કરી હતી. ત્યારે ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચે ખાડો કરીને તેમાં રાખેલ કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૩૫ નંગ ટીન જેની કિ.રૂ.૩,૫૦૦/-મળી આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા ભરતસિંહ પરમાર રહે. જુના દેવળીયા દરબાર શેરીવાળા હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપી સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!