GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના છત્તર ગામ નજીકથી બાઇક – દેશી દારૂનો જથ્થો મળી આવ્યો , આરોપી સ્થળ ઉપરથી નાસીગયો 

 

TANKARA:ટંકારાના છત્તર ગામ નજીકથી બાઇક – દેશી દારૂનો જથ્થો મળી આવ્યો , આરોપી સ્થળ ઉપરથી નાસીગયો

 

ટંકારાના છત્તર ગામ નજીક આવેલ કારખાનાની પાછળ બાઇક ઉપર દેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા બાઇક તથા દેશી દારૂનો જથ્થો રેઢો મૂકી સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

ટંકારા પોલીસ ટીમ છત્તર ગામે આવેલ ચેકપોસ્ટે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે છત્તર ગામ નજીક ફનવર્ડ કારખાનાની પાછળ રાજકોટના જલીયા ગામનો વિપુલભાઈ બાઇક ઉપર પ્લાસ્ટિકનું બાચકું રાખી દેશી દારૂનું વેચાણ કરતો હોય જેથી મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ઉપરોક્ત સ્થળેથી હીરો હોન્ડા કંપનીનું બાઇક રજી.નં. જીજે-૦૩-એક્યુ-૫૪૭૧ તેની ઉપર પ્લાસ્ટિકનું બાચકું રેઢું મળી આવ્યું હતું. જેથી પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાં કુલ ૧૮ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી ટંકારા પોલીસે બાઇક તથા દેશી દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપી વિપુલભાઈ નારૂભાઈ વાજેલીયા રહે.જલીયા ગામ તા.જી રાજકોટ ગ્રામ્યવાળાને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!