BANASKANTHAGUJARATPALANPUR
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિલ્લા U-14 કરાટે ટુર્નામેન્ટ નું પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિલ્લા U-14 કરાટે ટુર્નામેન્ટ નું પાલનપુર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.જેમાં શ્રીમતી સાળવી પ્રા. શાળા, પાલનપુર નાં બાળ રમતવીરો એ ભાગ લીધો હતો. જેમાં યસ્વી પટણી (ગોલ્ડ મેડલ)હર્ષવીર મકવાણા (ગોલ્ડ મેડલ),નીલ ચૌહાણ (ગોલ્ડ મેડલ),મૌર્ય પ્રજાપતિ (બ્રોન્ઝ મેડલ) મેળવી વિજેતા થયા હતા. આ બાળ રમતવીરો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.આ પ્રસંગે મંડળ નાં પ્રમુખ રમેશભાઈ પટેલ, આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ, ઉપાચાર્ય રંજનબેન પટેલ, સ્પોર્ટ્સ ટીચર જીતુભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.