GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના રણછોડગઢ ગામ નજીક બોલેરો પીકઅપ માંથી વિદેશી દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો
Halvad:હળવદ ના રણછોડગઢ ગામ નજીક બોલેરો પીકઅપ માંથી વિદેશી દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન, બોલેરો મળી કુલ કી.રૂ.૫,૭૭,૬૯૮/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 માં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૮૯ કિં રૂ. ૨,૫૨,૨૪૬ તથા બીયર ટીન નંગ -૨૫૨ કિં રૂ. ૨૫,૪૫૨ મળી કુલ કિં રૂ. ૨,૭૭,૬૯૮નો જથ્થો વેચાણ કરવાના ઈરાદાથી લાવી હેરફેર કરી બોલેરો વાહન કિં રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫,૭૭,૬૯૮ નો મુદ્દામાલ ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.