GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શકત સનાળામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

 

MORBI:મોરબીના શકત સનાળામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

 

મોરબી શહેરમાં આવેલ શકત સનાળામાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને દિયર મળી કુલ કિંમત રૂપિયા 1,55,760 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે મહાવીરસીંહ ધીરૂભા ઝાલા રહે.શકતશનાળા મોરબી વાળો તેના કબ્જા ભોગવટા મકાનમાં ઈગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા રહેણાંક મકાને આરોપીઓ હાજર મળી આવેલ નહી તેમજ રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂ /બિયરની કુલ બોટલ નંગ-૧૮૬ જેની કુલ કી.રૂ.૧,૫૫,૭૬૦/- નો મુદામાલ મળી આવતા તેમજ માલ મોકલનાર સહિત ચાર ઈસમો મહાવીરસીંહ ધીરૂભા ઝાલા રહે.શકતશનાળા મોરબી, હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા રહે.રાજકોટ સેટેલાઇટ ચોક રાજ રેસીડન્સી મોરબી રોડ સંદીપભાઇ પટેલના મકાનમાં ભાડેથી મુળરહે.રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર, સાગર ઉર્ફે લાલો નારણભાઇ ચાવડા રહે. મોરબી શકતશનાળા તથા નારણભાઇ આહિર રહે.ભચાઉવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!