GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા પંચાસર રોડ ઉપરથી ઇકો સ્પોર્ટ્સ કારમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલ ઝડપી લેવામાં આવી..
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે ગઈકાલ તા.૨૩/૧૦ના રોજ સાંજના અરસામાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ફારૂકી મસ્જિદ સામે રોડ ઉપરથી ઇકો સ્પોર્ટ્સ કાર રજી.નં. જીજે-૧૨-સીજી-૨૫૨૧ માંથી વિદેશી દારૂ ૮પીએમ સ્પેશિયલ વ્હિસ્કીની ૫૪ બોટલ પકડી લેવામાં આવી હતી, ત્યારે ક્રાઇમ બ્રાંચ ટીમે કાર તેમજ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિ.રૂ.૪,૩૦,૬૭૨/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર-ચાલક હાજર મળી ન આવતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો ધોરણસરની કાર્યવાહી હાથ ધરી