MORBI:મોરબીના રણછોડનગર રોડ પરથી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના રણછોડનગર રોડ પરથી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી રણછોડનગર મેઇનરોડ જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી મારૂતી ઇકો ગાડીમાંથી ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૮૫૨ કિ.રૂ. ૫,૮૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૦,૦૮,૦૦૦/- નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળેલ કે, એક મારૂતી ઇકો ગાડી રજી.નં.GJ-03-NK-3973 વાળીમાં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી એક ઇસમ રણછોડનગર મેઇનરોડ, શાંન્તીવન સ્કુલ તરફથી આ તરફ આવનાર છે તેવી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રોડ ઉપર ફોરવ્હીલ કારની વોચમાં હતા તે દરમિયાન ઇકો ગાડીનો ચાલક મુદામાલ મુકી નાશી ગયેલ હોય જેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૮૫૨ કિ.રૂ. ૫,૮૮, ૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૦, ૦૮,૦૦૦/- નો મુદામાલ પકડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.






