MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપાનના વહીવટને સુદ્રઢ કરવા માટે કમિશનર નાયબ કમિશનર ઉપસ્થિતિમાં ચિંતન શિબિર યોજાઈ

 

MORBI:મોરબી મનપાનના વહીવટને સુદ્રઢ કરવા માટે કમિશનર નાયબ કમિશનર ઉપસ્થિતિમાં ચિંતન શિબિર યોજાઈ

 

 

— મોરબી શહેરના પ્રાણ પ્રશ્નોનું ઝડપી નિવારણ તથા માળખાગત સુવિધા ના વિકાસની મનપાના અધિકારીઓ, વિવિધ શાખા ના અધ્યક્ષ દ્વારા ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાના વિવિધ આયોમોની ચર્ચા કરવા માટે તથા મોરબી મહાનગરપાલિકાના વહીવટને સુદ્રઢ બનાવવા માટે નવલખી રોડ ત્રિમંદિર ખાતે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ, દરેક શાખાધિકારી ચિંતન શિબિરમાં યોગા, પ્રાણાયામ, તથા સરકારી વિભાગોની ચર્ચા મુક્ત મને સરળતાથી કરી શકે તે હેતુથી કુલ પાંચ વિભાગમાં આ ચિંતન શિબિર ને વિભાજિત કરવામાં આવી હતી.

આ ચિંતન શિબિર નો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ તનાવ મુક્ત વાતાવરણમાં રહે , મહાનગરપાલિકાના શાસનના વિવિધ આયામોની ચર્ચા હળવાશ ભર્યા વાતાવરણમાં ફેસ ટુ ફેસ કરે તેવો રહ્યો હતો, આ ચિંતન શિબિરમાં મોરબી મહાનગરપાલિકાના માન. કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર શ્રી કુલદીપ સિંહ વાળા , નાયબ કમિશનર શ્રી સંજય કુમાર સોની ના માર્ગદર્શન હેઠળ મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓને શહેરની સુખાકારી માટે શહેરના પ્રાણ પ્રશ્નો નું ઝડપથી અને સરળતાથી નિવારણ થાય તેની આ ચિંતન શિબિરમા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ ચિંતન શિબિરમાં ગ્રુપ-1 માળખાકીય સુવિધાઓ અને સીટી બ્યુટીફિકેશન શાખાના અધિકારી સીટી એન્જિનિયર રહ્યા હતા, જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ , ઈલેક્ટ્રીક, સિવિલ ,સ્ટોર ,વર્કશોપ, વોટર વર્કસ ,ડ્રેનેજ અને ANCD શાખાઓના અધિકારીઓ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.

ગ્રુપ -2માં ડિજિટલ ગવર્નન્સ અને વહીવટી વિભાગ ના HOD પરેશભાઈ અંજારિયા ટીમલી ડર રહેશે તેની સાથે GAD, લીગલ ,ICT સેક્રેટરી, અને એસ્ટા શાખા ના અધિકારીઓ કર્મચારીઓ આ શિબિરમાં જોડાયા હતા.

ગ્રુપ -3 માં સિટિઝન એંગેજમેન્ટ એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ વિભાગના HOD રાહુલભાઈ કોટડીયા સાથે યુસીડી, હેલ્થ ,મલેરિયા ,લાઇબ્રેરી, અને આવાસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

ગ્રુપ- 4 માં લોંગ ટર્મ પ્લાનિંગ એન્ડ વિઝનના HOD કુંજન પટેલ સાથે ટીપી, ફાયર, એસ્ટેટ , અર્બન પ્લાનર અર્બન ડિઝાઇનર , ગાર્ડન , ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સહિતની શાખાઓ જોડાઈ આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાને વધુ પડતું વિકસિત બનાવવા અને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી લોકો સુધી પહોંચે તેની ચર્ચા કરી હતી.

ગ્રુપ -5 મા જે. કે. જાડેજા સાથે અકાઉન્ટ શાખા, ઓડિટ શાખા , અને ટેક્સ શાખા ના અધિકારીઓ જોડાયા હતા. આ સમગ્ર ચિંતન શિબિર નું આયોજન નવલખી રોડ ત્રિમંદિર ખાતે કરવામાં આવ્યું હતુ. ચિંતન શિબિરમાં શહેરમાં વસવાટ કરતા નાગરિકોને સુવિધાઓ ઝડપથી મળી રહે, શહેરના પ્રાણ પ્રશ્નો પ્રાથમિક અને માળખાગત સુવિધાઓ કેવી રીતે ડેવલપ કરવી? તેની ચર્ચા કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા ના વહીવટના વિવિધ આયામો તથા વહીવટને કેવી રીતે સુદ્રઢ કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોરબી મનપાના કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર શ્રી કુલદીપ સિંહ વાળા, નાયબ કમિશનર શ્રી સંજય કુમાર સોની તેમજવિવિધ શાખા ના HOD એ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!