Morbi:મોરબીમાં તમાકુ નિષેધ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Morbi:મોરબીમાં તમાકુ નિષેધ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
તમાકુ મુક્તિ તેમજ કેન્સર અંગે જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરવા સુચના અપાઈ
મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની તમાકુ નિષેધ બાબતે કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.
તમાકુ નિષેધ કામગીરી સંદર્ભે સ્કૂલની આજુબાજુની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુની દુકાન હોય તે માટે તપાસ કરવામાં આવે છે. જે અન્વયે તમાકુ મુક્ત ઇન્સ્ટિટ્યૂટ હેઠળ ૨૧૪ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ બિલકુલ ચલાવી ન જ લેવાય તે બાબતે ખાસ સુચના કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
જિલ્લામાં કેન્સર તપાસ અને નિદાનની ઝુંબેશ હેઠળ ચાલી રહેલી કામગીરી અન્વયે નિદાન કેમ્પમાં પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર અને તેમની સ્થિતિનું સતત ફોલોઅપ લેવા તેમજ તાલુકાઓમાં તમાકુ મુક્તિ તેમજ કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે. શ્રીવાત્સવ, આર.સી.એચ.ઓ.શ્રી ડો. સંજય શાહ, ડીએમઓશ્રી વિપુલ કારોલીયા, ઈએમઓશ્રી ડો. ડી.વી. બાવરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.