MORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

Morbi:મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

 

 

મોરબી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માતામૃત્યુ દર અને બાળમૃત્યુ દરની સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં બાળકો અને માતાના મૃત્યુનું શું કારણ હતું અને તેને રોકવા માટે વહીવટી તંત્ર શું શું પગલાં લઇ શકે છે તે માટે જે પરિવારમાં બાળમૃત્યુ કે માતાનું મૃત્યુ નોંધાયા હોય તેમના પરિવારજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર મોરબી જિલ્લાના છેલ્લા ૫ વર્ષના આંકડા જોઈએ તો ૯૩૧ જેટલો સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણ જોઈએ તો ૧૦૦૦ ની સાપેક્ષમાં ૯૩૧ જણાય છે. જે છોકરીઓના જન્મના પ્રમાણમાં વધારો સૂચવે છે. આ વર્ષમાં મોરબીમાં ગર્ભસ્થ શિશુના લિંગ તપાસ બદલ 3 ક્લિનિક / મેડિકલ સંસ્થાને સીલ કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ કરતા લોકો વિરુદ્ધ ઝીરો કેઝયુઆલીટીનો એપ્રોચ રાખવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ અંગેની સાચી માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપશે તો તેમની ઓળખ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે. મોરબીમાં જે જે નવા ક્લિનિક કે મેડિકલ સંસ્થા ખુલે તેમણે તાત્કાલિક ધોરણે ઘી ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન ફરજિયાતપણે પૂર્ણ કરાવી લેવાનું રહેશે. આ અંગે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત માતા મરણ અને બાળ મરણની બેઠકમાં માતા મરણ અને બાળ મરણના કારણોની ચર્ચા સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળરોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં મરણ થતા અટકાવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ જે વિસ્તારોમાં લિંગ ગુણોત્તર પ્રમાણ/ સેકસ રેશિયો જ્યાં ઓછો છે તો તે વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફતે ક્રોસ વેરીફીકેશન કરાવવા સૂચના આપવામાં આવી હતી. ઉક્ત સમીક્ષા બેઠકમાં સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.

Oplus_131072

Back to top button
error: Content is protected !!