TANKARA:ટંકારા ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
TANKARA:ટંકારા ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ,
ઉપરોક્ત સ્ક્રીનીંગ કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય માન.દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૨૫૫ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ ૭૬ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૧૫ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સર નાં કુલ ૧૫૬ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, આ સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સર નાં ૮ દર્દીઓને રીફર કરવામાં આવેલ, તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્શન કરવામાં આવેલ, આ કેમ્પમાં આરોગ્ય શાખા નાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેતા, તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડો.બાવરવા, એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, ટંકારા તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.