GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સબજેલ ખાતે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
MORBI:મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સબજેલ ખાતે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
100 Days intensified Campaign નો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન ના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ મોરબી સબ જેલ માં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૩૪૦ બંદીવાન નું ટીબી સ્ક્રીનીંગ, HIV,HBV ,HCV,RPR ની તપાસ કરવામાં આવેલ.
આ કેમ્પને સફળ બનાવવા મોરબી સબ જેલના અધિક્ષકશ્રી એચ.એ. બાબરીયા સાહેબ જેલરશ્રી એ.આર. હાલપરા સાહેબ હજાર રહ્યા હતા તથા હાજર રહેલ તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી.