પાટડી તાલુકાના પોરડા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઑ માટે બે બસો શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી

તા.16/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું અંતરિયાળ એવું નાનકડું પોરડા ગામ આ ગામમાં 1979થી માધ્યમિક શાળા આવેલી છે જે પોરડા અને તેની 4-5 કિમી ત્રિજ્યાના ઘેરાવામાં આવેલા સડલા, નાના ગોરૈયા, જીવણગઢ, ઉપરિયાળા ગામોના ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પ્રાથમિક પછીનું માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપવાનું કામ કરે છે આ શાળાએ આવવા જવા માટે એકપ ણ બસનો રૂટ ના હોવાથી અને પ્રાઇવેટ વાહનો પણ ના હોવાથી આવા ગામોના બાળકો મોટે ભાગે પ્રાથમિક પછી અભ્યાસ છોડી દેતા હોય છે હાલની સરકાર ગુજરાતમાં અધૂરો અભ્યાસ છોડી જતા વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ બાબતે ખુબ જ ચિંતિત છે અને આવા બાળકો અધૂરો અભ્યાસ ના છોડે અને પ્રવાહમાં જળવાઈ રહી પૂરો ભ્યાસ કરે તે માટે જરૂરી તમામ સગવડ સરકાર આપતી હોવા છતાં ટ્રાન્સપોર્ટની સગવડના અભાવે આ શાળા માટે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો મુશ્કેલ હતો આવા કપરા સમયે જ્યારે શાળાના આચાર્ય દ્વારા ગુજરાત રાજ્ય પરિવહન નિગમના અમદાવાદ વિભાગ અને તેના તાબા હેઠળના વિરમગામ ડેપોને જ્યારે માત્ર એક જ પત્ર લખવામાં આવ્યો કે, તરત જ આ શાળાના સમયને અનુરૂપ વિરમગામથી સડલા સુધીની સવાર સાંજની બે ટ્રીપ ચાલુ કરી આપવામાં આવી છે જ્યારે નવી શરૂ કરવામાં આવેલ બસ પ્રથમ વખત પોરડા મુકામે આવી ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બસના ડ્રાઈવર અને કંડક્ટરનું સ્વાગત કરી મીઠું મો કરાવ્યું હતું પોરડા સહિતના તમામ ગામોમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી આ સંદર્ભે જ્યારે શાળાના આચાર્ય એ.એ.મુલ્લાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, આ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા ભરવામાં આવેલુ એક શ્રેષ્ઠ અને ઉમદા પગલું છે જેના થકી ભવિષ્યમાં બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશે જેનો પ્રથમ શ્રેય આ ભગીરથ કામગીરી કરનારા નિગમના અધિકારીઓને છે અંતે આ કામગીરી બદલ ડી.એમ.જેઠવા, મુખ્ય પરિવહન અધિકારી અને વાણિજ્ય વ્યવસ્થાપક તેમજ દેવકુમાર એન.રંજીયા પીએ ટુ એમડી મધ્યસ્થ કચેરી અમદાવાદ તથા જે.એન.પટેલ વિભાગીય નિયામક, અમદાવાદ, આર.ડી.પીલવાઈકર, ડીટીઓ, અમદાવાદ તથા એ.એચ.સોલંકી, ડેપો મેનેજર, વિરમગામનો આભાર માનવામા આવ્યો હતો.



