GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રેલ્વે સ્ટેશન ખખડ ઘજ રોડ લઈને સામાજિક કાર્યકર એ સ્થાનીક વેપારી સાથે રાખી દ્વાર પાલિકાને આવેદનપત્ર

MORBI:મોરબીમાં રેલ્વે સ્ટેશન ખખડ ઘજ રોડ લઈને સામાજિક કાર્યકર એ સ્થાનીક વેપારી સાથે રાખી દ્વાર પાલિકાને આવેદનપત્ર

 

 

મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં પાલિકા તંત્રના પાપે નગરજનો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે શહેરના અનેક મુખ્ય રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે અને વરસાદી પાણી ભરાતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આજે સ્ટેશન રોડના વેપારીઓએ રોડ પરના ખાડામાં વૃક્ષો વાવી તેમજ પાલિકાને આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો

Oplus_131072

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઈ બ્લોચ વિગેરે ની માનસર અરજ કે મોરબી માં આવેલ સ્ટેશન રોડ, સુપર ટોકીઝ વાળો રોડ તથા ચિત્રકુટ સીનેમા/કબ્રસ્તાન વાળો રોડ સંપુર્ણ નાશ પામેલ હોય તે તાત્કાલીક ધોરણે -હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણમાસ આવે છે સાતમ-આઠમના તહેવારો આવતા હોય અને આ રોડ ઉપરથી શોભાયાત્રા નીકળતી હોય જેથી શોભાયાત્રા દરમ્યાન અનેક માનવ મહેરામણ હોય જેથી પડી જવાથી મૃત્યુ થવાનો પણ સંભવ બને જેથી વહેલી તકે આ અરજી ને ઘ્યાને લઇને નવો રોડ બનાવી આપવા અમારી માંગણી છે.

મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા છેલ્લા વિધાનસભા ની ચુંટણી વખતે જાહેર સભામાં બોલેલ કે વેપારી પ્રજાને વચન આપેલ કે તમારા બધા કામો થઇ જશે હવે કાનાભાઈ ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ ચાર્જ સંભાળ્યા પછી આજે સારો એવો સમય વીતી ગયો અને હવે ટર્મ પણ પુરી થવાની તૈયારીઓ છે, તો પણ કાનાભાઇએ આપેલ વચન પુરા કરી શકેલ નથી તેથી આમ જનતામાં રોષની લાગણી ફેલાયેલી છે. અને મોરબી માળીયા ધારા સભ્ય શ્રી કાંતીભાઈ ને એવુ લાગે છે પ્રજા તરફ થી કે કાનાભાઈ ને મોરબી માં રસ લાગતો નથી

Oplus_131072

મહાનગરપાલીકા ટુંક સમયમાં જ બની રહી છે ત્યારે ફરીથી પાછા વચન આપશો કે કામ થઇ જશે ? આ અરજીને ધ્યાને લઈને કાનાભાઈ ધારાસભ્ય તાત્કાલીક રસ ધરાવી પ્રજાના અધુરા દામ પુર્ણ કરવા નમ્ર અરજ છે એવી આમ જનતા પ્રજાજનોની માંગણી છે. માથે આવે છે ચોમાસુ તો આ અંગે કલેકટર તથા વહીવટદાર, ચીફ ઓફીસર વિગેરેને અનેક વખત અરજીઓ કરેલ છે. તેમ છતાં પણ આજદિન સુધી રોડ રસ્તાના કામો અધુરા જ છે પુરા કરવામાં આવેલ નથી અને ઉપરોકત બાબતમાં જણાવેલ તમામ રોડ-રસ્તા તાતકાલીક ધોરણે સારી કક્ષાના બનાવી આપવા માંગ આ ઉપરોકત બાબતમાં જણાવેલ રોડ રસ્તા ઉપર મસ મોટા ખાડાઓ પડી ગયેલ હોય જયાંથી ઘણાબધા લોકોની અવર જવર વાહનો સાથે થતી હોય અને આ ખાડામાં વરસાદના પાણી ભરાયેલ હોવાથી વાહન ખાડામાં જવાથી પડવાથી માણસને ગંભીર ઇજાઓ થાય છે. અને કયારેક મૃત્યુ થવાનો પણ ભય છે જેથી તાત્કાલીક ધોરણે આ રોડ-રસ્તાઓ ફરીથી સારી કક્ષાના બનાવવા નમ્ર વિનંતી છે. અને તાત્કાલીક ધોરણે જે મોટા ખાડાઓ રોડ ઉપર પડેલા છે ત્યાં મોરમો/કપચી નાખીને બુરી આપવા જેથી અકસ્માત થવાની સંભાવના ઓછી રહે અને જો આવો કોઇ બનાવ બને અને કોઈ વ્યકિતને ગંભીર પ્રકારે ઇજા કે મૃત્યુ થાય તો આ તમામ પ્રકારેની જવાબદારી મોરબી નગરપાલીકા અને હાલના ચીફ ઓફીસર, વહીવટદાર અને ધારાસભ્યની રહેશે અને ધારાસભ્ય અમૃતિયા વેપારીને અને પ્રજાને વચન આપે છે તમારા બધા કામો થઇ જશે પરંતુ આટલો સમય વીત્યા બાદ કામો થયા નથી અને કાનાભાઈએ આપેલ વચનો પુરા કરી સકતા નથી જેથી પ્રજામાં રોષની લાગણી ફેલાઈ છે

Oplus_131072

 

Back to top button
error: Content is protected !!