MORBI:મોરબી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના માતા પિતા સાથે સામાજિક સમાવેશન (Social Inclusion) નો કાર્યક્રમ યોજાયો.

MORBI:મોરબી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના માતા પિતા સાથે સામાજિક સમાવેશન (Social Inclusion) નો કાર્યક્રમ યોજાયો.
મોરબી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના માતા-પિતા સાથે દિવ્યાંગ બાળકોને મળતા વિવિધ લાભો, દિવ્યાંગ બાળકોના માતા પિતા હોવાને કારણે મળતી વિશેષ જવાબદારીઓ, દિવ્યાંગ બાળકોના આરોગ્યના વિકાસને લગતી વાતો, માટે મોરબી તાલુકાના ૮૦ જેટલા વાલીઓ સોશિયલ ઇન્ક્લુઝનના આ કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં icds પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાંથી ખ્યાતિ બેન, જિલ્લા આઈ ડી કોઓર્ડીનેટર મુકેશભાઈ ડાભી, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ માધવીબેન જેઠલોજા, મોટીવેશનલ સ્પીકર અને વક્તા રવિભાઈ ઝાલા , ઉપસ્થિત રહ્યા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ બાળકોના માતા પિતા પોતાના સ્પેશિયલ બાળકોના સ્પેશિયલ સોલ્જર્સ છે જે અવિરત તેમના બાળકોના ઉત્કર્ષ માટે અવિરત સંઘર્ષમય રહે છે. આવા માતા પિતાઓનું મનોબળ વધારવા માટે ઉપસ્થિત તમામ મહેમાનો એ પોતાના વક્તવ્ય નું હાર્દ માં માતા પિતા નો રોલ કેન્દ્ર સ્થાને છે એ જ રહ્યું.
ઉપસ્થિત માતાઓમાંથી એક માતા પોતાના દીકરીની માટે પોતે કેટલા સંઘર્ષ વેઠી રહ્યા છે તેની વાત કરતા કરતા ભાવનાશીલ થઈ ગયા. અને પોતાના બાળકના ઉત્કર્ષમાં બી આર સી ટીમ ના સ્પેશિયલ એજ્યુકેટર શિલ્પાબેન અને અમિતભાઈ તેમજ રિસોર્સ રૂમમાં આવતા બાળકોના શારીરિક વિકાસ માટે આવતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર માધવી જેઠલોજાના ઉમદા સહકાર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પેશિયલ એજ્યુકેટર શિલ્પાબેન ભટાસણા,અમિતભાઈ શુક્લા, રેખાબેન, દર્શનાબેન, આશિષભાઈ ની ટીમનો સિંહ ફાળો રહ્યો તેવું બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાની યાદીમાં જણાવાયું છે







