MORBI:મોરબીમાં ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે વીર બાલ દિવસ અન્વયે વિશેષ પ્રદર્શનનું આયોજન

MORBI:મોરબીમાં ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે વીર બાલ દિવસ અન્વયે વિશેષ પ્રદર્શનનું આયોજન
વીર બાલ દિવસના પ્રદર્શનની મુલાકાત લેતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા
ભારતમાં વર્ષ ૨૦૨૨ થી દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી (ઉંમર ૯ વર્ષ) અને સાહિબજાદા ફતેહ સિંહજી (ઉંમર ૬ વર્ષ)ના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનની જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ મુલાકાત લઈ બાળકોને આ વીર બાળકોમાંથી દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસાવી તે માટે પ્રેરણા અપનાવવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું હતું કે, આ દિવસ માત્ર શીખ સમુદાય માટે જ નહીં, પરંતુ દેશભરના લોકો માટે સત્ય, ન્યાય અને ધાર્મિક મૂલ્યો માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે.બાળકોએ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શનની મુલાકાત લઈને પ્રેરણા મેળવી હતી અને વીર બાલના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા હતા.








