GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-હળવદ હાઈવે ઉપર હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબી-હળવદ હાઈવે ઉપર હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી એસઓજી પોલુસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-હળવદ હાઈવે ઉપર અદાણી સીએનજી પંપ પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં રેઇડ કરી નશાકારક મેફેડ્રોન પાવડરના જથ્થા હોટલ-માલીકની ધરોએકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી પોલીસ અધીક્ષકની સૂચના અનુસાર એસ.ઓ.જી. મોરબી દ્વારા નશીલા પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન બાતમી મળી હતી કે રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા મોરબી-હળવદ હાઈવે ઉપર અદાણી સીએનજી પંપ નજીક આવેલી પોતાની દ્વારકાધીશ હોટલમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પાવડર રાખી ખાનગીમાં વેચાણ કરતો હતો. બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે રેઇડ કરતા આરોપી પાસેથી મેફેડ્રોન પાવડર ૯.૪૮ ગ્રામ કિ.રૂ.૨૮,૪૪૦/- મળી આવ્યું હતું. આ ઉપરાંત નશીલા પદાર્થના વેચાણમાંથી મેળવેલ રોકડ રૂ. ૩,૪૦૦/- તથા મોબાઈલ ફોન કિ.રૂ.૫ હજાર મળીને કુલ રૂ. ૩૭,૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા ઉવ.૩૪ રહે. આંદરણા વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાલ આ મામલે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!