DAHODGUJARAT

દાહોદ ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દેસાઇવાડા, તળાવ ફળીયામાં ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ SOG શાખા

તા.૧૨.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લાના દાહોદ ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દેસાઇવાડા, તળાવ ફળીયામાં ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતા આરોપીને કુલ-૭.૧૩૦ કિલોગ્રામ ગાંજો કિંમત રૂા.૭૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા

એસ.ઓ.જી. શાખાના કર્મચારીઓ દાહોદ એ ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે એસ.ઓ.જી શાખાના રાકેશકુમાર વસનાભાઈ નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, દાહોદના દેસાઇવાડા,તળાવ ફળીયા,હરિપ્રસાદ દેસાઇની ખડકીમાં રહેતા નિલેશકુમાર કનૈયાલાલ જાતે કડકીયા જે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ કરે છે.

જેથી બાતમી આધારે વર્કઆઉટ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમી હકીકતવાળો ઇસમ નિલેશકુમાર કનૈયાલાલ જાતે કડકીયા હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરની ઝડતી કરતાં ઘરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો તથા લીલા કલરનો પાઉડર ફોર્મમાં માદક પદાર્થ ગાંજો મળી આવેલ જેથી એફ.એસ.એલ.અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ તથા લીલા જેવા કલરનો પાઉડર ફોર્મ માદક પદાર્થનું પરિક્ષણ કરતાં બંન્નેમાં મેરીજુઆના ઘટકો હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ જેથી ઉપરોકત મુદ્દામાલ કબજે ઈસમ ધોરણસર અટક કરી તેના વિરુધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ પૂછતાજ હાથ એસ.ઓ.જી દ્વારા કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!