GUJARAT
જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ શિનોર ખાતે 10 માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ફૈઝ ખત્રી..શિનોર રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે અને સેવાઓ લાભાર્થીઓના રહેઠાણ ના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય રાજ્ય સરકારના પારદર્શક,સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી 10માં તબક્કાનો પ્રારંભ કરાયો છે.જે અંતર્ગત શિનોર જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે દસમા તબક્કાના સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ,જાતિ,આવકના દાખલા,વૃધ્ધ નિરાધાર સહાય,વિધવા સહાય સહિત વિવિધ સરકારી સહાયની સેવાઓની વ્યવસ્થા ઉભી કરાઈ હતી.જેનો 12 ગામોના લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શિનોર મામલતદાર M.B.શાહ,તાલુકા વિકાસ અધિકારી,શિનોર APMC ચેરમેન સચિનભાઈ પટેલ,શિનોર વન વિભાગના RFO,શિનોર ઇન્ચાર્જ T.H.O. સહિત તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ,કર્મચારીઓ,આશાવર્કર બહેનો, આગણવાડીઓની બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




