GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂના ઘૂંટુ રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે ટાટા હેરિયર કાર ઝડપાઈ, એક શખ્સની ધરપકડ

 

MORBI:મોરબી જૂના ઘૂંટુ રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે ટાટા હેરિયર કાર ઝડપાઈ, એક શખ્સની ધરપકડ

 

​મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે જૂના ઘૂંટુ રોડ પર સ્મશાન નજીક વોચ ગોઠવી એક લક્ઝરી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.



​મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક ટાટા હેરિયર કાર (નંબર: GJ-03-MB-5847) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને જૂના ઘૂંટુ રોડ મારફતે મોરબી તરફ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્મશાન પાસે આડસ ઉભી કરી તપાસ હાથ ધરી હતી.તલાશી લેતા કારની પાછળની સીટ તેમજ ડેકીના ભાગેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૧૭૭૬ બોટલો મળી આવી હતી.
​કુલ મુદ્દામાલની વિગત:પોલીસે આ કાર્યવાહી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:​વિદેશી દારૂ: ૧૭૭૬ બોટલ (કિંમત રૂ. ૬,૧૩,૨૦૦/-)​ટાટા હેરિયર કાર: (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-)મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત રૂ. ૬૫,૦૦૦/-)
​કુલ મુદ્દામાલ: રૂ. ૧૧,૭૮,૨૦૦/-​આરોપીઓની ધરપકડ અને ગુનો: પોલીસે સ્થળ પરથી રાજકોટના તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા (રહે. ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા મેઈન રોડ) ને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજકોટના સિરાજભાઇ રજાકભાઇ લીંગડીયા એ મંગાવ્યો હતો.પોલીસે પકડાયેલ આરોપી, દારૂ મોકલનાર અજાણ્યો શખ્સ અને દારૂ મંગાવનાર સિરાજ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!