GUJARATJETPURRAJKOT

Rajkot: ‘‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’’ પર જસદણ પ્રાંત અધિકારી શ્રી ગ્રીષ્મા રાઠવાનો યુવા મહિલાઓને સંદેશ

તા.૭/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સમાજમાં સ્ત્રી અને પુરૂષોને એક સરખુ માન-સન્માન મળવું જરૂરી છે, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી જસદણ શ્રી ગ્રીષ્મા રાઠવા

આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારી છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. ધ્રુવ, પ્રહલાદ, ગાંધીજી, સરદાર અને સ્વામી વિવેકાનંદ જેવા મહારત્નોને જન્મ આપનાર રતનની ખાણ એટલે નારી. આજની નારી આકાશમાં પ્લેન પણ ઉડાવી શકે છે અને ઓફીસનું એડમીન-વહીવટ પણ સંભાળી શકે છે.

‘‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’’ પર નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી ગ્રીષ્મા રાઠવાએ માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે, વુમન્સ ડે એક કે બે દિવસ ઉજવવાની વાત નથી પરંતું વુમન્સ ડે દરરોજ ઉજવાવો જોઇએ. વર્ષોથી આપણા દેશમાં મહિલાઓને આગવુ સ્થાન આપવામાં આવ્યું છે. હું આજે અહીંયા સુધી પહોંચી છું જેની પ્રેરણા મને મારા પિતા પાસેથી જ મળી છે, પરંતુ એના માટે મારી માતાનો અનેક ગણો સહયોગ રહ્યો છે, મારા માતા-પિતા જ મારા રોલ મોડલ છે.

પોતાના અભ્યાસ વિશે વાત કરતા શ્રી ગ્રીષ્મા રાઠવાએ કહ્યું કે, નિરમા યુનવર્સિટીમાંથી બી.ટેકનો અભ્યાસ કર્યો છે. પછી GPSC વર્ગ ૧ અને વર્ગ ૨ની પરીક્ષા આપી. એ અરસામાં મારી માતાનો ઘણો જ સહકાર રહ્યો છે. મને આ પરીક્ષામા સફળતા મળ્યા બાદ ગુજરાત એડમીનીસ્ટ્રેશનમાં નોકરી મળી. મને પહેલુ પોસ્ટીંગ મહેસાણા મળ્યું અને બે વર્ષની તાલીમ લીધી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે એક વર્ષ ડેપ્યુટી કલેકટર તરીકે અને એક વર્ષ જામનગરમાં ડેપ્યુટી કલેકટર- સ્ટેમ્પ ડયુટી તરીકે મારી ફરજ નિભાવી. ત્યાર બાદ સરકારશ્રી દ્વારા રાજકોટ જિલ્લાનાના જસદણ ખાતે ટ્રાન્સફર મળી.

મારા પિતા સચિવાલયમાં ફરજ બજાવતા હતા. જેથી મને બાળપણથી સરકારી નોકરીની મેળવવાની તીવ્ર ઈચ્છા હતી. તૈયારી દરમિયાન આઈ.એ.એસ.ના ઇન્ટરવ્યૂ પણ જોતી હતી અને કોલેજ પછી મે આ દિશામાં મહેનત કરી અને મારા લક્ષ્યાંકને હાંસલ કર્યું, તેમ શ્રી રાઠવાએ જણાવ્યું હતું.

‘‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’’ પર પોતાના લક્ષ્યાંકો માટે સતત કાર્યરત મહિલાઓને સંદેશો આપતાં શ્રી ગ્રીષ્મા રાઠવાએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધીમાં નારી શક્તિ દરેક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. આજે કોઈ પણ શાખામાં કાર્ય કરતી દરેક મહિલાઓને સમાન રીતે માન- સન્માન મળે તે ગર્વની વાત છે, અને દરેક મહિલાઓને સન્નમાન મળવું જોઈએ. સમાજમાં સ્ત્રી અને પુરૂષોને એક સરખુ માન સન્માન મળવું જરૂરી છે.

મહિલા અધિકારીઓના સકારાત્મક અભિગમના કારણે જ સમાજની અનેક મહિલાઓને અગળ વધવાની નવી રાહ મળતી રહે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!