MORBI:મોરબીના મોટાભેલા -૧ અને -૨ આંગણવાડી ખાતે કુલ ૧૮/-કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત ભોજન કરાવવામાં આવ્યું

MORBI:મોરબીના મોટાભેલા -૧ અને -૨ આંગણવાડી ખાતે કુલ ૧૮/-કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત ભોજન કરાવવામાં આવ્યું
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા કાયમી કુપોષિત બાળકો માટે હંગર પ્રોજેક્ટ
વર્ષ ૨૦૨૪/૨૫ ના કાયમી હંગર પ્રોજેક્ટ અંતર્ગત મોટાભેલા -૧ અને -૨ આંગણવાડી ખાતે કુલ ૧૮/- કુપોષિત બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે જે અનુસંધાને ત્યાં કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત વિટામિન યુક્ત આહાર મળે તે માટે દર માસે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આંગણવાડી ના કર્મચારી
જસુબેન અને તેડાગર મનીષાબેન બાળકોને આવા પૌષ્ટિક આહાર બનાવી ને આપેછે આ સેવાકીય પ્રોજેક્ટ મા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્ય અને સૌરાષ્ટ્ર કચ્છ ના પાસ્ટ ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા મણિલાલ જે કાવર પાસ્ટ પ્રેસિડેન્ટ લા એ એસ સુરાણી લા મહાદેવભાઈ ચિખલીયા લા જયેશભાઇ વ્યાસ ની હાજરી મા કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત ભોજન કરાવવામાં આવ્યું આ સેવાકીય હંગર પ્રોજેક્ટ ના દાતા ખજાનચી લા મણિલાલ જે કાવર તથા તેમના ભત્રીજા જેરાજભાઈ એસ કાવર હતા તેમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે








