KUTCHMANDAVI

શ્રી કનૈયાબે પ્રાથમિક શાળામાં રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત રંગપૂરણી સ્પર્ધામાં 18 બાળકોને મેડલ મળ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૭ ઓક્ટોબર : ભુજ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શ્રી કનૈયાબે ગ્રુપ પ્રાથમિક શાળામાં આ વર્ષે 38 બાળકોએ મુંબઈ સ્થિત રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાંથી રંગપૂરણી સ્પર્ધામાં ભાગ લીધેલ હતો, જેમાંથી 10 બાળકોને ગોલ્ડ મેડલ, 5 બાળકોને સિલ્વર મેડલ, 5 બાળકોને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા હતા ;તથા બીજા બાળકોને પણ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર શાળા પરિવાર, શાળાના આચાર્યશ્રી તથા બાળકોના વાલીગણ દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવી હતી. દરવર્ષે આ સ્પર્ધામાં શાળામાંથી બાળકો ભાગ લે છે તેની જાણ શાળાના શિક્ષિકા કૈલાસબેન જાદવએ કરી હતી.

Back to top button
error: Content is protected !!