AHAVADANGGUJARAT

સાપુતારા ખાતે બાઈક રાઈડર સ્ટંટબાજોનો આતંક વધતા પોલીસે 70 બાઈક જપ્ત કરી કાયદાનો પાઠ ભણાવ્યો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પેટા:-“આલા રે આલા સિંબા આલાનાં સૂત્ર સાથે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાએ બેફામ બનેલ બાઈક રાઈડરોને કાયદાનો પાઠ ભણાવ્યો..

ડાંગ જિલ્લાના મનમોહક હિલ સ્ટેશન સાપુતારામાં 77મા પ્રજાસત્તાક દિવસની રજાનો આનંદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.આ ભીડ વચ્ચે સાપુતારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં કેટલાક યુવાનોએ ફિલ્મી ઢબે અને અત્યંત જોખમી રીતે બાઈક સ્ટંટ કરવાનું શરૂ કરતા પ્રવાસીઓની સુરક્ષા જોખમાઈ હતી. જાહેર સ્થળે ભયનું વાતાવરણ સર્જતા આ બાઈક સવારોની જાણ થતા જ સાપુતારા પોલીસ મથકના પી.આઈ.પી.ડી. ગોંડલિયા અને તેમની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાએ જાતે  ટેબલ પોઈન્ટ પર કડક ચેકિંગ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા અને બેફામ ડ્રાઈવિંગ કરનારા અંદાજે 70 જેટલા બાઈક સવારોને ઝડપી લીધા હતા.સાપુતારા પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી સ્ટંટબાજોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પકડાયેલા તમામ વાહનચાલકો સામે મોટર વાહન અધિનિયમની કલમ 207 હેઠળ ગુનો નોંધી તેમની બાઈક જપ્ત કરવામાં આવી હતી.સાપુતારા પોલીસની ટીમે આ ઘટના દ્વારા કડક સંદેશ આપ્યો છે કે પ્રવાસીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કે જાહેર માર્ગો પર જોખમી ખેલ કરનાર તત્વોને બક્ષવામાં આવશે નહીં. સાપુતારા પોલીસની આ સરાહનીય કામગીરીને પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓએ આવકારી છે. આગામી દિવસોમાં પણ પ્રવાસન સ્થળો પર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સાપુતારા પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે..

Back to top button
error: Content is protected !!