
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર પોલીસ પર ફાયરિંગ ની ઘટના,ફાયરિંગ કરનાર શખ્સ પાસેથી 13.12 લાખ ની કિંમતના 437 કિલો પોષડોડા ઝડપાયા 1 આરોપી ઝડપાયો
માદક પદાર્થો ની હેરફરી કરનાર શખ્સો બેફામ બનેલા છે એનું સ્પષ્ટ ઉદાહરણ આજે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યું છે માદક પદાર્થ પોષડોડા ભરી જતા શખ્સનો પીછો કરનાર માલપુર પોલીસ પર ફાયરિંગ ની ઘટના સામે આવી છે
માલપુર પોલીસ અને જિલ્લા એલસીબી ની ટીમ માલપુર ટોલનાકા પાસે વાહન ચેકીંગ માં હતી તે દરમિયાન એક ઇનોવા કાર શંકાસ્પદ જણાઈ જેથી પોલીસે ઇનોવા કાર નો પીછો કર્યો આ તરફ માલપુર બસ સ્ટેશન પાસે પણ પોલીસે કોર્ડન કરી હતી જેથી પોષડોડા ભરી ને જનાર શખ્સે માલપુર પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું જો કે આ ફાયરિંગ માં પોલીસ બચી જવા પામી છે પોલીસે ફાયરિંગ કરનાર આરોપી ની ધરપકડ કરી છે જો કે તેની સાથે નો અન્ય એક આરોપી અંધારા નો લાભ લઇ ફરાર થઇ ગયો હતો
માલપુર પોલીસે ફાયરિંગ કરનાર શખ્સ સહિત પોષડોડા ભરેલ ઇનોવા કાર જપ્ત કરી છે ઇજોવા કાર માંથી 13.12 લાખ ની કિંમતના 437 કિલો પોષડોડા અને કાર સહિત કુલ 23.12 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી પાસેથી ફાયરિંગ માં વપરાયેલ રિવોલવર અને એક કારતુંસ જપ્ત કર્યા છે અને ફરાર આરોપી ની તપાસ હાથ ધરી છે આમ માલપુર પોલીસ અને જિલ્લા એલસીબી ની સંયુક્ત કામગીરી માં પોલીસ નો જીવ બચી જવા પામ્યો છે




