TANKARA:ટંકારા જબલપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી – ગુજરાત ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

TANKARA:ટંકારા જબલપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી – ગુજરાત ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
શ્રી જબલપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી – ગુજરાત
ખાતે તારીખ 19 અને 20 ના રોજ બે દિવસીય વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં શાળાના કુલ 119 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા 65થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
મેળામાં બાળકો દ્વારા બનાવાયેલા પ્રયોગો અને મોડેલોમાં વિજ્ઞાન, પર્યાવરણ, ટેક્નોલોજી, ઊર્જા બચત, દૈનિક જીવનમાં ઉપયોગી સાધનો જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના પ્રયોગોની સમજ સરળ ભાષામાં આપી, જે સૌ માટે પ્રશંસનીય રહી.આ વિજ્ઞાન મેળાને નિહાળવા માટે બહોળી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ બાળકોની સર્જનાત્મકતા અને શાળાના પ્રયત્નોને વધાવી લીધા અને શાળા પરિવારના કાર્યને સરાહ્યું.શાળાના શિક્ષકો અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળો બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો. અંતે શાળા વ્યવસ્થાપન દ્વારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.








