MORBI:મોરબીમાં રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ: નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘સરદાર કથા’નું ત્રિદિવસીય ભવ્ય આયોજન

MORBI:મોરબીમાં રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ: નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘સરદાર કથા’નું ત્રિદિવસીય ભવ્ય આયોજન
મોરબીમાં ગુંજશે રાષ્ટ્રપ્રેમનો નાદ: કન્યા છાત્રાલયના આંગણે લોહપુરુષના જીવન ચરિત્ર પર આધારિત કથા
સામાન્ય રીતે આપણે ધાર્મિક કથાઓ જેવી કે રામકથા કે ભાગવત કથાનું શ્રવણ કરતા હોઈએ છીએ, પરંતુ મોરબીના આંગણે એક ક્રાંતિકારી અને અનોખી પહેલ થવા જઈ રહી છે. અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર આધારિત “સરદાર કથા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ ૫, ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, મોરબીના કન્યા છાત્રાલય ખાતે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન આ રાષ્ટ્ર યજ્ઞ યોજાશે.
કથા ન વક્તા શ્રી શૈલેષ સગપરિયા સાહેબ જાણીતા પ્રેરક વકતા, તથા ભૂતપૂર્વ ક્લાસ 1 અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. જેમના મુખે થી અસ્ખલિત કથા વાર્તા સાંભળી લોકોને ખૂબ પ્રેરણા મળશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને સરદાર સાહેબના દ્રઢ મનોબળ, ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોથી પરિચિત કરાવવાનો છે. આ ‘કથા’માં કોઈ ચમત્કારની નહિ, પણ સરદાર સાહેબના લોખંડી પુરુષાર્થ અને એકતાના મંત્રની વાતો થશે. આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય એકતા અનિવાર્ય છે, ત્યારે આ કાર્યક્રમ સમાજમાં નવી ચેતના ના બીજ રોપવાનો છે.આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજક શ્રી નિર્શિવ ફાઉન્ડેશન ,શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તથા શ્રી ગોપાલભાઈ ચમારડી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ રાષ્ટ્રવંદનાનો અવસર છે.મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને આ ‘સરદાર કથા’નો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.







