આણંદ વિદ્યાર્થી માટે પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો

આણંદ વિદ્યાર્થી માટે પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – આણંદ – 18/02/2025 – વલ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (wmo.યુથ વિંગ -આણંદ* આયોજિત ધોરણ. 9 થી 12 વિદ્યાર્થી ઓ માટે તારીખ 16-2-25 ના રોજ પ્રોત્સાહિત કાર્યક્રમ યોજવા માં આવ્યો જેમાં મુખ્ય મેહમાન તરીકે હાજી સિરાજભાઈ (નિવૃત પ્રિન્સિપાલ ખુશ્બૂ હાઈસ્કૂલ નડિયાદ ) પરવેજસર મેમણ (વિઝીટીંગ પ્રોફેસર સેંટ. સ્ટીફન કોલેજ આણંદ ) અ. રજ્જાક ભાઈ બંગડીવાળા (પ્રમુખ. આણંદ મેમણ જમાત ) અશરફભાઈ મેમણ (મચ્છીવાળા) WMO, સીટી ચેરમેન આણંદ ઇમરાનભાઈ (જામનગરી ) WMO, યુથ સીટી ચેરપસૅન -આણંદ અલાના હાઈસ્કૂલ ના શિક્ષકગણ ઉપસ્થિત રહી કાર્યકમ ની શોભા વધારી હતી.
સિરાજ ભાઈ… પરવેજ સર આરીફસર, અસીમસર એ વિદ્યાર્થી ને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપતાં વક્તવ્ય આપી વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કર્યા હતા
WMO, સીટી ચેરમેન અશરફ ભાઈ એ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન* ના વિવિધ કામો ની અને યોજનાઓ ની માહિતી આપી હતી. અલાના હાઈસ્કૂલ ના સંચાલક રોશનબેન તરફ થી દરેક વિદ્યાર્થી ને પરીક્ષાકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા WMO, યૂથ વિંગ આણંદ તથા અલાના સ્કુલ ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નું સંચાલન વાઘેલા પજ્ઞેશસર એ કર્યું હતું અંતે આભાર વિધિ મેમણ શમા એ કરી હતી.





