BANASKANTHAGUJARATPALANPUR

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ.મહાવીર સ્વામી ભગવાનના પાલનપુરમાં ધામધૂમથી ઉજવણી કરાઇ.

12 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ.મહાવીર સ્વામી ભગવાનના પાલનપુરમાં ધામધૂમથી ઉજવણી કરાઇ.વિશ્વ નવકાર મહામંત્ર દિવસે ની ઉજવણી ઠેર ઠેર જોવા મળી હતી જેમાં પાલનપુરમાં પણ જૈન બંધુઓ આ દિવસે જૈન સમુદાયના ભક્તોએ મંત્ર સામુહિક પાઠ માં ભાગ લીધો હતો ત્યારે મહાવીર સ્વામી ભગવાનની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી આ દિવસે શહેરમાં રથયાત્રા મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા પાલનપુરમાં મહાવીર સ્વામી ભગવાન જન્મ કલ્યાણ નિમિત્તે જૈન બંધુઓ વિવિધ ધાર્મિક કાર્યક્રમો નો આયોજનો કરી રહ્યા છે આજરોજ હનુમાન પાસે આવેલા શ્રી પલ્લવિયાજી પાર્શ્વનાથ દેરાસરથી જૈન મિત્ર મંડળ સંઘના નેજા હેઠળ રથયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી દેરાસર પાસે પરત ફરી હતી
પાલનપુરમાં છેલ્લા બે દિવસ જૈન મંડળો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજનો થઈ રહ્યા છે જેમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસે નવકારમંત્ર જૈન સમુદાયના ભક્તોએ મંત્રના સામયિક પાઠમાં ભાગ લીધો હતો ધૂન બોલાવી હતી સમગ્ર વાતાવરણ ધાર્મિકમય બનાવ્યું હતું બીજા દિવસે શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની ઉજવણી મુગા પશુ. પંખીઓ ચણ આપી તેમજ પાણીના કુંડા હોજ આ ઉપરાંત પથ્થર સડક પ્રદીપભાઈ શાહ ઝવેરાત વાળા ને બીજલબેન તરફથી ઠંડા શરબત નું વિતરણ કરાયા હતા ભગવાનનો રથ ખેંચવાનો આયોજન હરીહંત ગ્રુપ પાલનપુર દ્વારા પણ કરાયું હતું હનુમાન શેરી સવારથી જ ધાર્મિકમય વાતાવરણ વચ્ચે દેરાસર પાસેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી આ શોભાયાત્રા ગઠામણ દરવાજા. અમીર રોડ . સીમલા ગેટ. દિલ્હી ગેટ. મોટી બજાર .ટાવર ખોડા લીમડે.પથ્થર સડક ખોડા લીમડા જેવા વિવિધ માર્ગો શ્રી જૈન મિત્ર મંડળ સંઘના નેજા હેઠળ નીકળી હતી હનુમાન શેરી દેરાસર પરત ફરી હતી

Back to top button
error: Content is protected !!