MORBI:મોરબી સામાકાંઠે કચરો સળગાવવા બાબતે મહિલા પર ચાર શખ્સોનો હુમલો

MORBI:મોરબી સામાકાંઠે કચરો સળગાવવા બાબતે મહિલા પર ચાર શખ્સોનો હુમલો
મોરબી: શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં કચરો સળગાવવા જેવી નજીવી બાબતે પાડોશીઓએ એક મહિલા સાથે ઝઘડો કરી, લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, રોહિદાસપરામાં રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ નજીક રહેતા રચનાબેન નરેશભાઇ પંડ્યા (ઉ.વ. ૨૬) પોતાના ઘર પાસે ઘાસ અને કચરો સાફ કરીને સળગાવી રહ્યા હતા. આ સમયે કચરો સળગાવવા બાબતે તેમના પાડોશમાં રહેતા શખ્સોએ વાંધો ઉઠાવી ગાળાગાળી શરૂ કરી હતી.ગીતાબેન દેવજીભાઈ પરમાર,દેવજીભાઈ મુળજીભાઈ પરમાર,ડેનીશભાઈ દેવજીભાઈ પરમાર,રૂષીભાઈ દેવજીભાઈ પરમાર,લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને રચનાબેનને બેફામ ગાળો આપી હતી અને કચરા-પોતું કરવાની લાકડી વડે માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાને ઢીકાપાટુનો માર મારી ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ મામલે રચનાબેન પંડ્યાની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.










