BHARUCH CITY / TALUKOGUJARATNETRANG
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજય કોલજ ખાતે CERTIFICATE COURSE IN BEAUTY CARE નું આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૩/૧૨/૨૦૨૪
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજય કોલજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૧૨/૨૪ થી ૧૧/૧૨/૨૪ સુધી ગુજરાતી વિભાગ દ્વારા બહેનો માટે CERTIFICATE COURSE IN BEAUTY CARE નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડૉ.એન.એમ.રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોર્સ નિમિત્તે ALL INDIA WOMENS ORAGANIZATION “SHAKTI MANCH” અમદાવાદથી કૌશિક તન્ના અને સુષ્માબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ૮૩ બહેનોએ આ કોર્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્ટાફ સહયોગી બન્યો હતો..: