મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે બાઇક ઉપર દૂધ લેવા જઈ રહેલા ૨૧ વર્ષીય યુવકને ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપ અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને પાછળથી હડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. હાલ મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની સીમમાં ઝૂંપડાના રહેતા મૂળ મહીસાગર જીલ્લાના ઉબેર ગામના વતની લક્ષ્મણભાઇ કોયાભાઇ ડીડોંર ઉવ.૩૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. આરજે-૫૨-જીબી-૬૭૭૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૭/૧૧ના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ફરીયાદીના નાનાભાઈ નિલેશભાઈ ઉવ.૨૧ બજાજ સીટી-૧૦૦ બાઇક રજી.નં. જીજે-૧૨-ડીપી-૪૩૭૫ લઈને દૂધ લેવા જઈ રહ્યા હતા. તે સમયે બહાદુરગઢ ગામના પાટીયા પાસે એરોન કારખાનાના સામે ટ્રકના ચાલકે પોતાના હવાલાવાળું ટ્રક પુરઝડપ અને ગફલતભરી રીતે ચલાવી યુવાનના બાઇકને પાછળથી ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ટ્રકના વ્હીલ યુવકના પેટના ભાગ અને પગ પર ફરી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ પોલીસે અકસ્માત સર્જી ટ્રક લઈને નાસી છુટેલ ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
«
Prev
1
/
110
Next
»
પ્રદૂષણ મામલે 'બહેરા-મૂંગા' તંત્રને જગાડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
પિતા દ્વારા સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મ બનાવમાં આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પોલીસ
Gujarat CM ભૂપેન્દ્ર પટેલે Morbiમાં NAMO વનની મુલાકાત લીધી
«
Prev
1
/
110
Next
»
DHAVAL TRIVEDINovember 29, 2024Last Updated: November 29, 2024