MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનનું મોત નિપજ્યું

MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનનું મોત નિપજ્યું
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે નીરૂનગરના પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક યુવાનનું મોત થયું છે અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના કુંતાસી ગામે રહેતા પ્રતાપભાઈ રણછોડભાઈ બાબરિયા (ઉ.વ.૬૫) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદીનો દીકરો દિનેશ પોતાનું બાઈક જીજે ૩૬ એકે ૩૯૨૧ લઈને પીપળીયા ચાર રસ્તા પાસેથી જતો હતો અને નીરૂનગરના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં દિનેશને માથામાં ગ્માંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે






