MORBI મોરબીમા પૈસાની લેતી દેતી મામલે યુવકનું અપહરણ કરી માર માર્યો

MORBI મોરબીમા પૈસાની લેતી દેતી મામલે યુવકનું અપહરણ કરી માર માર્યો
મોરબીમાં રહેતા યુવકના ભાઈ પાસેથી આરોપીઓને ચાર થી પાંચ કરોડ રૂપિયા લેવાના હોય જેથી આરોપીઓએ યુવકનું અપહરણ કરી ઢીકાપાટુનો તથા લાકડી માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રવિનગર મયુર સોસાયટી પાછળ ત્રાજપરમા રહેતા અભરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજી સોઢા (ઉ.વ.૨૫) એ આરોપી પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ તથા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પિયુષભાઈ પટેલને ફરીયાદીના ભાઈ નરસિંઘ પાસેથી ચાર થી પાંચ કરોડ રૂપીયા લેવાના હોવાથી આરોપી પિયુષભાઈ પટેલ તેમજ પિયુષ પટેલની મદદ કરનાર આરોપીઓ નવઘણભાઈ તથા ભગીભાઈ તથા તેની સાથેના અજાણ્યા વ્યક્તિઓ મોરબીના પીપળી રોડ ખાતે આવી સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે માર મારી સાથે મળી એક બ્લેક કલરની ફોરવીલ ગાડીમાં ફરીયાદીને બળજબળી પુર્વક બેસાડી અપહરણ કરી ભરતનગર થી થોડે દુર આવેલ વાડીએ લઈ જઈ લાકડી તથા ઢીકા પાટુઓ વડે ફરીયાદીને શરીરે માર મારી મુઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






