MORBI:મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં.નવેરામા પતરા મુકવા બાબતે યુવકને બે શખ્સોએ માર માર્યો
MORBI:મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં.નવેરામા પતરા મુકવા બાબતે યુવકને બે શખ્સોએ માર માર્યો
મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં -૦૪ રામાપીરના મંદિર પાસે રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવ (ઉ.વ.૩૦) એ આરોપી ઇબ્રાહિમભાઈ ઉર્ફે કાળુકાકા લંજા તથા સિરાજ દાઉદભાઈ લંજા રહે બંને કાલીકા પ્લોટ શેરી નં -૦૪ રામાપીરના મંદિર પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ઇબ્રાહિમ ફરીયાદીના મકાનના પાછળના ભાગે નવેરામા પતરા મારી બંધ કરતા હોય તે બાબતે ફરીયાદી આરોપીને કહેતા જે સારૂ નહી લાગતા આરોઓ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ લઈ ફરીયાદના ઘરમાં પ્રવેશ કરી યુવકને ધોકા તથા પાઈપ વડે મારમારી જાહેરમાં ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.