આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સનું ગૌરવ
3 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સનું ગૌરવ.પાલનપુર: બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના કોમર્સ વિભાગના અધ્યાપક સહાયક પ્રો. હેતલ બી. રાઠોડ એ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે આ સિદ્ધિ મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ, ભરુચના ડૉ. પિન્ટુ એન. પસ્તાગીયાના માર્ગદર્શન હેઠળ હાંસલ કરી છે. તેમના સંશોધનનો વિષય હતો:
“સુરત શહેરમાં કાપડ અને હીરા ઉદ્યોગો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલીકરણની અસરનું વ્યાપક વિશ્લેષણ”.
તેમના અભ્યાસમાં ભારતની પરોક્ષ કર પદ્ધતિમાં થયેલા ઐતિહાસિક સુધારા — GST અમલ પછી સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ખાસ કરીને કાપડ અને હીરા ઉદ્યોગ પર પડેલા નાણાકીય, માળખાકીય અને વ્યવસાયિક ફેરફારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
અભ્યાસમાં વેપારીઓ અને ઉદ્યોગકારોના અભિગમ, વાસ્તવિક પડકારો તથા તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ પર આધારિત GST વિશેની ધારણાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
પ્રો. હેતલ રાઠોડની પીએચ.ડી.ની સફળતા કોલેજ માટે ગૌરવની બાબત છે. તેમના આ સિદ્ધિ પર કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશભાઈ ડબગર, સમગ્ર સ્ટાફ અને ટ્રસ્ટીશ્રીઓએ હાર્દિક અભિનંદન પાઠવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.