GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” માટે “સ્વૈચ્છિક સંસ્થા” અને “સામાજિક કાર્યકર”એ અરજી કરવા બાબત

તા.૨૨/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર રાજ્યની મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણને લગતા શ્રેષ્ઠ કામ કરતી “સ્વૈચ્છિક સંસ્થા” અને “સામાજિક કાર્યકર”ને એનાયત કરવામાં આવે છે.

આ “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” ઈચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ સામાજિક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજિક/આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃતિ કરતી હોય તેમને આપવામાં આવે છે. આ પુરસ્કાર મેળવવા માટે સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા સામાજિક કાર્યકરે આધાર પુરાવા સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ અરજી પત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ www.wecd.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ સંબધિત જિલ્લા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકશે.

આ નિયત અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજીપૂર્વક ભરી નિયત શરતો મુજબ જરૂરી આધાર પુરાવા સાથે અરજી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધીમાં સંબંધકર્તા સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરે તેઓના સંબંધિત જિલ્લા ખાતેની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન-3, બીજો માળ, બ્લોક નં-૨, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે મળે તે રીતે ફરજિયાત આર.પી.એ.ડી.થી મોકલી આપવાનું રહેશે.

કોઈપણ સરકારી અથવા અર્ધસરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહી. ‘ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર’ સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે. પુરસ્કાર માટે પસંદગી/પધ્ધતિ/શરતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારની રહેશે. પુરસ્કાર આપવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી રહેશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!