AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓનાં ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારનું બેવડુ ધોરણ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓનાં ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારનું બેવડુ ધોરણ..

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી ભૂલકાઓની સુવિધાઓ માટે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર દ્વારા બેવડી નિતીનો અખત્યાર કરતા શાળામાંથી છૂટ્યા બાદ અપડાઉન કરતા બાળકો ચાલતા જવા મજબૂર બન્યા છે.જેમાં જિલ્લા વિકાસ અધિકારીનાં પોતાના તાબા હેઠળની સર્વશિક્ષા અભિયાન ,આરોગ્ય , આઈસીડીએસમાં ખાનગી પાસિંગ ધરાવતી કારને ભાડે રાખવામાં આવે છે.જયારે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ માટે અપડાઉન કરવા ટેક્ષી પાસિંગ વાહનોનું નિયમો બતાવી વિદ્યાર્થીઓ સહીત ગરીબ વાલીઓને હાલાકી ભોગવવા મજબુર બનાવી રહ્યા છે.ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર દ્વારા જિલ્લાનો વિકાસ કરવાને બદલે પોતાના તાબા હેઠળની કચેરીઓનો વિકાસ કરી રહ્યો છે.ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અપડાઉન કરતા આદિવાસી વિદ્યાર્થીઓ અંતરિયાળ વિસ્તારમાંથી સમયસર શાળાએ પહોંચે તેમજ જંગલી પ્રાણીઓના હુમલાઓના ભોગ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન ની સુવિધાઓ માટે ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી છે.100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં કોઈ ઉદ્યોગ ધંધો વિકસ્યો ન હોય અહીં ના ગરીબ આદિવાસી ખેડૂતો વરસાદી ખેતી પર નિર્ભર હોય તેમજ વાહન ન ખરીદી શકતા હોય તેઓ એસ ટી સેવા પર નિર્ભર હોય છે , તેવા સંજોગો હોવા છતાં ડાંગ જિલ્લાની શાળાઓમાં કોમર્શિયલ એટલે કે ટેક્ષી પાર્સીંગ ધરાવતા વાહનો અનિવાર્ય કરી દેતા આદિવાસી બાળકો જંગલ વિસ્તારમાં ભયભીત થઈ પગપાળા જવા મજબુર બન્યા છે ,તો બીજીતરફ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર દ્વારા તેમના તાબા હેઠળ આવતી સરકારી કચેરીઓમાં ખાનગી પાસિંગ ના વાહનો ભાડે રાખી કર્મચારીઓને લક્ષઝરી સેવા પુરી પાડે છે ,તેવામાં સવાલ એ થાય છે કે અંતરિયાળ વિસ્તારમાંથી અપડાઉન કરતા આદિવાસી બાળકો ને ટેક્ષી પાસિંગ ના વાહનો અનિવાર્ય કર્યા છે , તો સરકારી કચેરીઓમાં ખાનગી વાહનો *ઓન ડ્યુટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત* ના બોર્ડ લગાવી કોના આશીર્વાદથી બેરોકટોક દોડી રહ્યા છે , તેવા સવાલ આદિવાસી વિદ્યાર્થીઓના વાલીમાં ઘુમરાઈ રહ્યો છે .

આ સંદર્ભે ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવારે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લા માં ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ખુબ અન્યાય કરવામાં આવે છે .રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો પછાત તરીકે ઓળખાય છે.અહીંના બાળકોનું શિક્ષણ ન બગડે ડ્રોપ આઉટ રેસિયો ઘટે તેવા ફૂલ ગુલાબી ચિત્ર સરકાર બતાવે છે , જયારે વાસ્તવિકતા જુદી જ છે.ડાંગ ના અંતરિયાળ જંગલ વિસ્તાર માંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ટેક્ષી પાસિંગ જ વાહન ની જોગવાઈ કરી ને બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો કારસો ઘડાયો છે.જેમાં જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર જિલ્લાની પરિસ્થિતિ સરકાર પાસે પહોંચાડી વહેલી તકે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધાઓ પુરી પાડે તે જરૂરી છે .
જોકે આ સંદર્ભે ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષ બીબીબેન ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યના શિક્ષણ વિભાગમાં ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ને અનુરૂપ ખાસ કિસ્સામાં ટેક્ષી પાસિંગ ના નિયમો માં છૂટછાટ મળે તેવી રજુઆત કરી છે ઉપલા કક્ષાએ નિર્ણય આવે તો વિદ્યાર્થીઓને વાહન ની વ્યવસ્થા કરવામાં આવશે.ત્યારે ડાંગ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ હાલ તો વરસતા વરસાદ અને નદીના ધસમસતા પૂર કે જંગલી પ્રાણીઓના હુમલા થી બચી હેમખેમ પાયાનો શિક્ષણ લેવા મજબુર બન્યો છે.ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રાજકીય આગેવાનો સાથે પરામર્શ કરી ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થા કરાવે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!