
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મહીસાગર કલેકટર નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે મેઘરજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી અરજી
સમગ્ર બનાવ એવો છૅ.રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી દલિત – આદિવાસી સમાજે મહીસાગર કલેકટર નેહાકુમારી દુબે સામે મોરચો માંડ્યો છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 23 ઓક્ટોબરના રોજ એક દલિત યુવાન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કલેકટર સમક્ષ પોતાની અરજી અન્વયે પૂછપરછ કરતા મહીસાગર કલેક્ટર નેહાકુમારી દુબે દ્વારા એની સાથે ઉદ્ધતાઈભર્યું અને જાહેર સેવકને છાજે નહીં તેવું વર્તન કર્યું હતું. આ ઉપરાંત આ કલેક્ટર દ્વારા વકીલોનું પણ અપમાન કરવામાં આવેલું અને દલિતો-આદિવાસીઓ એટ્રોસિટી એક્ટ મુજબના 90 ટકા કેસો બ્લેકમેલ કરવા માટે કરે છે. એવું નિવેદન પણ કરવામાં આવેલ. જેને પગલે સમગ્ર દલિત-આદિવાસી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. આ મુદ્દે મેઘરજ પોલીસ સ્ટેશન માં પણ એડ.કિર્તીરાજ એમ પંડ્યા, અરસોડા સાહેબ, જે. ડી નિનામા દ્વારા નેહા કુમારી દુબે સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવાની માંગણી સાથે અરજી આપી હતી.
સમગ્ર રાજ્યમાં 150 થી વધુ તાલુકા અને અમદાવાદ શહેરના 25થી વધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી આપવામાં આવી છે. 6 ડિસેમ્બર બાબાસાહેબના નિર્વાણ દિને નેહાકુમારીની ધરપકડની માંગ સાથે દલિત – આદિવાસી સમાજ એકઠો થશે.તેવું જાણવા મળ્યું હતું




