GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના સરંભડા ગામે કામ કરતી વેળા વિજલાઈનને અડકી જતા વિજશોકમાં એક યુવતીનું મૃત્યુ

Halvad:હળવદના સરંભડા ગામે કામ કરતી વેળા વિજલાઈનને અડકી જતા વિજશોકમાં એક યુવતીનું મૃત્યુ

 

 

હળવદ તાલુકાના સરંભડા ગામે વાડીએ થ્રેશર મશીનમાં કામ કરતી વેળા મશીન ઉપરથી પસાર થતી વિજલાઈનને અડકી જતા બે ખેત-શ્રમિકોને વીજશોક લાગતા બંનેને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

હળવદ તાલુકાના સરંભડા ગામે ચુનીલાલ શાંતિલાલ વિરડીયાની વાડીએ ગઈકાલ તા.૧૬/૧૦ના રોજ થ્રેશર મશીન દ્વારા મગફળી કાઢવાનું કામ ચાલુ હોય ત્યારે મશીન ઉપરથી પસાર થતી વિજલાઈનને ખેત-શ્રમિક અડી જતા કુલ બે ખેતશ્રમિક અલ્પેશભાઈ અને ૧૮ વર્ષીય જિયાબેન ભાઈ સોફાનભાઈ ઉદેસિંગભાઈ રાઠવા કલેશ ઉ.વ.-૧૮ રહે.હાલ- સરંભડા ગામની સીમ અનિલભાઈ ગઢવી તથા ચુનીલાલ શાંતીલાલ વીરડીયાની વાડીએ તા-હળવદ મુળરહે- અંદરકાશ રયાછા તા.ભાવરા એમ બે ખેત શ્રમિકને વીજશોક લાગ્યો હતો, જેથી બંનેને સારવાર અર્થે હળવડની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં જીયાબેનને જોઈ તપાસી ડોક્ટરે મૃત જાહેર કરી હતી જ્યારે અલ્પેશભાઈની સારવાર ચાલુ હોય, બનાવના પગલે પોલીસને જાણ કરતા પોલીસે મૃતક યુવતીના પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Back to top button
error: Content is protected !!