GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રાજપર રોડ પર કારખાના રૂમમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

MORBI:મોરબીના રાજપર રોડ પર કારખાના રૂમમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટની પાછળ જય દ્વારકાધીસ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં તીરૂપતી પેપર્સ નામે કારખાનાના રૂમમાં બનેલ બનાવમાં મરણજનાર ભરતકુમાર હરીરામ પુરોહિત ઉવ.૧૯ મૂળ દેવડા ગામ તા.સીતલવાડા જી.જાલોર (રાજસ્થાન)નો વતની હતો, મળતી માહિતી મુજબ, ગઈકાલ તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ કોઈ અગમ્ય કારણોસર ભરતકુમારે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ બાદ ૧૦૮ મારફતે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






