GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તાલુકાના રાજપર(કું) પાસે તળાવમાં ડૂબી જતાં યુવકનું મૃત્યુ નિપજ્યું

MORBI:મોરબી તાલુકાના રાજપર(કું) પાસે તળાવમાં ડૂબી જતાં યુવકનું મૃત્યુ નિપજ્યું
મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર તરફ જવાના રસ્તા પર આવેલા તળાવમાં ગઈકાલ તા.૧૫/૦૧ના રોજ ૨૫ વર્ષીય પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ રહે.મુળ વાંકડીગામ નાળ ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર વાળા કોઈ કારણોસર તળાવમાં પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે મૃતકની પત્ની સોનલબેન પાસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






