
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. 48ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં નવ દિવસ અગાઉ વેલ્ડીંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરીયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે. જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરીયા હાલમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં રચનાનગર રેલ્વે ફાટક પાસે જોવા મળ્યો છે. જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.
આરોપીઓએ ચોરીનો સામાન ભંગારીયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને અન્ય ઈસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસે રૂ.7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




