GUJARATKUTCHMANDAVI

ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલા ફિલ્ડ બટ ઉપર આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા-૦૯ જાન્યુઆરી : ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ખાતે તા. ૧૦,૧૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ ડી.પી.એ.ન્યુ કંડલા-કચ્છના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવનારી છે.જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!